મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભા ચૂંટણીઓમાં શરૂઆતમાં મતદારોમાં ઉત્સાહ ઓછો જોવા મળ્યો હતો.
12:30 વાગ્યા મહારાષ્ટ્રમાં 16.54 ટકા મતદાન થયું છે અને હરિયાણામાં 23.30 ટકા મતદાન થયું છે.
આ સાથે ગુજરાતમાં ચાલી રહેલી વિધાનસભાની 6 બેઠકો પરની પેટાચૂંટણીમાં સરેરાશ 16.57 ટકા મતદાન થયું છે.
આદિત્ય ઠાકરે મુંબઈમાં વરલી બેઠક પરથી ઉમેદવાર છે. શિવસેનાનાં નેતા પ્રિયંકા ચતુર્વેદીએ આ તસવીર ટ્વીટ કરીને લખ્યું કે આરંભ હૈ પ્રચંડ, અમારા બધા ઉમેદવારોને અને આદિત્ય ઠાકરેને શુભેચ્છા.ઠાકરે પરિવાર અત્યાર સુધી પડદા પાછળની રાજનીતિમાં હતો પરંતુ પહેલીવાર પરિવારમાંથી કોઈ ચૂંટણી લડી રહ્યું છે.રાજ ઠાકરેએ 2014માં ભાજપ અને નરેન્દ્ર મોદી વિરુદ્ધ આક્રમક પ્રચાર કર્યો હતો પરંતુ તે મતમાં ફેરવાયો નહોતો.આ વખતે રાજ ઠાકરેનાં પત્ની શર્મિલા ઠાકરેએ પણ કલ્યાણમાં શિવસેના અને ભાજપના ઉમેદવાર સામે એક મોટી ચૂંટણીરેલી કરી હતી.રાજ ઠાકરે અને શર્મિલા ઠાકરેએ પરિવાર સાથે મત આપ્યો હતો.