મિર્ઝાપુર 3 નું ટ્રેલર રિલીઝ….

0
150

વેબ સીરીઝ મિર્ઝાપુર 3 નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ વેબ સિરીઝની પહેલી બે સિઝન સુપરહિટ સાબિત થઈ હતી અને હવે ત્રીજી સિઝન પણ ધમાકો કરવા આવી રહી છે. મિર્ઝાપુર 2 નો અંત સસ્પેન્સથી ભરપૂર હતો જેના કારણે લોકોને આ વેબ સિરીઝની ત્રીજી સિઝનની આતુરતાથી રાહવતી. હવે ટ્રેલર રિલીઝ થયાની સાથે જ આતુરતાનો અંત આવી ગયો છે. મિર્ઝાપુર 3 નું ટ્રેલર રિલીઝ કરવાની સાથે જ તેની રિલીઝ ડેટ પણ અનાઉન્સ કરી દેવામાં આવી છે. મિર્ઝાપુર 3 માં ફરી એક વખત હિંસા ચરમ પર હશે. જોકે આ સિઝનમાં કાલીન ભૈયા અને ગુડ્ડુ ભૈયા કરતા વધારે બીના ત્રિપાઠી લોકોને ચોંકાવી દેશે. કારણ કે નવી સિઝનમાં તેને નવો શિકાર મળી ગયો છે જેની એક ઝલક ટ્રેલરમાં દેખાડવામાં આવી છે. મિર્ઝાપુર 3 ના ટ્રેલરમાં દરેક પાત્રની એક ઝલક દેખાડવામાં આવી છે. ગુડ્ડુ ભૈયાને મિરઝાપુરની સત્તા છીનવાઈ જવાનો ડર છે તો કાલીન ભૈયા ઇતિહાસ બદલવા નીકળી પડ્યા છે. પાવરની આ રાજનીતિમાં બીના ત્રિપાઠી ગુડ્ડુ ભૈયાને પોતાનો શિકાર બનાવશે. મિર્ઝાપુર વેબ સિરીઝ નું દરેક પાત્ર આ વખતે દર્શકોને ચોંકાવી દેશે.