મુંબઈમાં બેકાબૂ બસે અનેક લોકોને કચડી નાખ્યા……

0
1022

મુંબઈમાં ગઈકાલે રાત્રે એક મોટો માર્ગ અકસ્માત થયો. રિવર્સ મારતી વખતે બસના ડ્રાઈવરે અનેક લોકોને ટક્કર મારી છે. ચાર લોકોના ઘટનાસ્થળ પર જ મોત થયા છે, જ્યારે 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત ભાંડુપ વેસ્ટ સ્ટેશન રોડ વિસ્તારમાં થયો હતો.મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ગઈકાલે રાત્રે એક મોટો માર્ગ અકસ્માત થયો. રિવર્સ મારતી વખતે બસના ડ્રાઈવરે અનેક લોકોને ટક્કર મારી છે. ચાર લોકોના ઘટનાસ્થળ પર જ મોત થયા છે, જ્યારે 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત ભાંડુપ વેસ્ટ સ્ટેશન રોડ વિસ્તારમાં થયો હતો. માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ટીમે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા. અકસ્માત બાદ ભાંડુપ વેસ્ટ સ્ટેશન રોડ વિસ્તારમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ અને ભીડને કાબૂમાં લેવા માટે પોલીસને ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો.