મુખ્તાર અંસારીને 10 વર્ષની સજા : ગાઝીપુરની સ્પેશિયલ કોર્ટે આપ્યો ચૂકાદો

0
252

ગાઝીપુરની સાંસદ-ધારાસભ્ય કોર્ટે શનિવારે મૌના પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારીને ગેંગસ્ટર એક્ટ કેસમાં સજા સંભળાવી છે. ચુકાદો આપતી વખતે કોર્ટે તેને દસ વર્ષની જેલની સજા અને પાંચ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. આ મામલો ભાજપના પૂર્વ ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યા સાથે જોડાયેલો છે. આ કેસમાં BSPના વર્તમાન સાંસદ અને મુખ્તાર અંસારીના ભાઈ પણ ગેંગસ્ટર એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેણે પણ ૪ વર્ષની સજા ફટકારવામાં આવી છે.