મુખ્યમંત્રીઓ સાથે ચર્ચામાં PMએ કર્ચો ચોથા લોકડાઉનનો ઈશારો

0
894
The Prime Minister, Shri Narendra Modi interacting with the Chief Ministers of States via video conferencing to discuss measures to combat COVID-19, in New Delhi on April 02, 2020.

17 મેના રોજ લોકડાઉનનો ત્રીજો તબક્કો પૂરો થઈ રહ્યો છે. આ પહેલા તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પીએમ મોદીએ અંદાજે સવા 6 કલાક સુધી બેઠક કરી. પીએમે 15 મે સુધી તમામ રાજ્યો પાસે બ્લૂપ્રિન્ટ માગી છે. કોરોના વિરૂદ્ધ લડાઈમાં જાન હૈ તો જહાનની વાત કહેનાર પીએમ મોદીએ જન સેવક જગ તકનો નારો આપ્યો છે. આ જ નારામાં લોકડાઉન 4નો સંકેત છુપાયેલો છે.

સોમવારે મુખ્યમંત્રીઓને જ્યારે પીએમ મળ્યા તો આ મોટા સવાલનો સંકેત ખુદ પીએમે આપ્યો છે. આ બેઠકમાં પીએમે કહ્યું કે, મારું એવું માનવું છે કે બીજા તબક્કા દરમિયાન લોકડાઉન પહેલા તબક્કામાં જરૂરી ઉપાયોની જરૂરત ન હતી. તેવી જ રીતે ત્રીજા તબક્કામાં જરૂરી ઉપાયોની ચોથામાં જરૂરત નથી. બેઠકમાં પીએમે જે કહ્યું તે તેનાથી તો સ્પષ્ટ છે કે લોકડાઉન ફરીથી લંબાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here