પૂર્વોત્તરના બે રાજ્ય મેઘાલય અને નાગાલેન્ડમાં આજે વિધાનસભા માટે મતદાન શરૂ થઈ ગયું છે. લગભઘ મહિનાભરથી ચાલી રહેલો ચૂંટણી પ્રચાર શનિવારે પૂરો થયો. બંને રાજ્યોમાં વિધાનસભાની 60-60 બેઠકો છે. પરંતુ આ વખતે મેઘાલય અને નાગાલેન્ડમાં 59-59 બેઠકો માટે મતદાન થઈ રહ્યુ છે. બંને રાજ્યોમાં થઈને 40 મહિલા ઉમેદવારો સહિત કુલ 559 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે.
બંને રાજ્યોના ચૂંટણી અધિકારીઓએ કહ્યું કે શાંતિપૂર્ણ મતદાન માટે સુરક્ષાના કેન્દ્રીય સુરક્ષા દળો, નાગાલેન્ડ પોલીસ સહિત વિભિન્ન દળો તૈનાત કરાયા છે. મેઘાલયમાં ભાજપ એનપીપીની સાથે ગઠબંધનમાં હતું. જ્યારે નાગાલેન્ડમાં એનડીપીપી સાથે ગઠબંધનમાં સત્તા પર હતું.