મોદીએ દેશમાંથી આતંકવાદ અને નક્સલવાદને ખતમ કરવાનું કામ કર્યું – ગૃહમંત્રી

0
207

ગુજરાતમાં એક દિવસ માટે પ્રચારસભા સંબોધવા આવેલા ગૃહમંત્રી અમિત શાહે પંચમહાલમાં યોજાયેલી રેલીમાં સ્પષ્ટતા કરી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ ત્રીજીવાર સત્તામાં આવશે તો અનામત નહીં હટાવે અને તે મોદીની ગેરંટી છે. બંધારણ બદલવા બાબતે કોંગ્રેસ જુઠ્ઠાણું ચલાવે છે, પણ મોદીને તમે સત્તા આપી તો તેમણે બંધારણીય સુધારા કરી કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી, ટ્રીપલ તલાક જેવો નિયમ હટાવ્યો, સમાન નાગરિક ધારો લાવ્યા અને રામમંદિર બનાવ્યું.