રક્ષણ ક્ષેત્રમાં વિદેશી રોકાણ મર્યાદા 49 ટકાથી વધારી 74 ટકા

0
828

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આત્મનિર્ભર ભારત પહેલના ભાગરૂપે આજે આઠ સેક્ટરમાં ધરમૂળથી ફેરફાર માટે પોલિસીમાં અનેક સુધારા રજૂ કર્યા છે. કોલસા, ખાણ, સંરક્ષણ, નાગરિક ઉડ્ડયન, વીજ ક્ષેત્રની ટેરિફ પોલિસી, સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અવકાશ ક્ષેત્રમાં અનેક સુધારાની જાહેરાત કરી છે. સંરક્ષણ ક્ષેત્રમાં અનેક દેશમાં ઉત્પાદન થાય તે માટે વિદેશી રોકાણની મર્યાદા 49 ટકાથી વધારીને 74 ટકા કરવાની જાહેરાત કરી છે ત્યારે કોલસા ક્ષેત્રમાં વર્ષોથી ચાલતી ઈજારાશાહીનો અંત લાવી આ ક્ષેત્રમાં સ્પર્ધાત્મકતા વધારવા સાથે 500 જેટલા માઈનિંગ બ્લોક બિડની ઓફર કરવાની પણ જાહેરાત કરી છે. આ ઉપરાંત એવિએશન સેક્ટરમાં ઘરઆંગણે વિમાનોની રિપેરિંગથી લઈ એરક્રાફ્ટ કોમ્પોનેન્ટ રિપેર્સ અને એરફ્રેમ મેન્ટેનન્સને લગતી પણ મહત્વની જાહેરાત કરી છે. સરકારે ડિસ્કોમની અકાર્યક્ષમતાથી ગ્રાહકો પર જે બોજ પડે છે તેના ઉકેલની દિશામાં મહત્વનું પગલું ભર્યું છે. હવે ભારતને અવકાશ ક્ષેત્રમાં ખાનગી સેક્ટર સાથે સહયોગ કરવામાં આવશે. વાઈએબિલિટી ગેપ ફંડિંગ સ્કીમ હેઠળ રૂપિયા 8,100 કરોડ આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here