રજનીકાંતની ફિલ્મ ‘દરબાર’નો સેકન્ડ લુક જાહેર થયો : આવતા વર્ષે રીલિઝ

0
2996

બોલીવુડ અને ખાસ કરીને સાઉથ ભારતમાં દિગ્ગજ ગણાતા રજનીકાંતની ‘દરબાર’ ફિલ્મનો તેમનો સેકન્ડ લુક રિલીઝ કરવામાં આવ્યો છે. આ પોલીસ ડ્રામામાં રજનીકાંત IPS ઓફિસરના રોલમાં છે. આ ફિલ્મમાં સુનિલ શેટ્ટી પણ સામેલ છે જે નેગેટિવ રોલમાં છે. ડિરેક્ટર એ.આર. મુરુગાદાસની આ ફિલ્મમાં રજનીકાંત અને સુનિલ શેટ્ટીની સાથે નયનતારા પણ લીડ રોલમાં છે. રજનીકાંત 25 વર્ષથી પણ વધુ સમય બાદ પોલીસ ઓફિસરના રોલમાં ફરી જોવા મળ્યા છે. છેલ્લે તેઓ 1992માં આવેલી ફિલ્મ ‘પાંડિયન’માં પોલીસ ઓફિસર તરીકે દેખાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here