રસાકસીભરી મેચમાં ઓસ્ટ્રેલિયાએ બાજી મારી, ન્યૂઝીલેન્ડને 5 રને હરાવ્યું

0
317

આજે વર્લ્ડ કપ 2023ની 27મી મેચ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ધર્મશાલામાં રમાઈ હતી. આજની રસાકસીભરી મેચમાં ઓસ્ટ્રેલિયાએ બાજી મારી ન્યૂઝીલેન્ડને 5 રને હરાવ્યું હતું અને આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ 2023માં સતત ચોથી જીત હાંસલ કરી છે. 6 મેચ બાદ 4 જીત બાદ ઓસ્ટ્રેલિયાના ખાતામાં 8 પોઈન્ટ છે. આજે ન્યૂઝીલેન્ડ તરફથી રચિન રવીન્દ્રે સદી ફટકારી હતી. 24 વર્ષીય આ ખેલાડી વર્લ્ડ કપમાં બે સદી ફટકારનાર વિશ્વનો બીજો બેટર બન્યો છે. આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. આજે રચિન રવીન્દ્રે 89 બોલમાં 116 રન બનાવ્યા હતા.