મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-શહેરોમાં જાહેર જન હિતકારી પ્રોજેક્ટસ માટે નગરપાલિકાઓને વિના મૂલ્યે જમીન ફાળવવાનો મહત્ત્વ પૂર્ણ નિર્ણય કર્યો છે. શહેરી વિસ્તારમાં વહીવટ વધુ પાદર્શક બને અને નાગરિકોને પાયાની સુવિધાઓ સમયસર મળી રહે તે માટે ફાળવવામાં આવશે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના આ જનહિતલક્ષી નિર્ણયને પરિણામે રાજ્યની ૧૫૨ જેટલી નગરપાલિકાઓએ વિકાસ કામો માટે અગાઉ સરકારી જમીન મેળવવા બજાર કિંમત અથવા જંત્રી દરના ૨૫ થી ૫૦ ટકા સુધીની જે રકમ ભરવી પડતી હતી તેમાંથી તેમને મુક્તિ મળશે. એટલું જ નહિ જમીનની ફાળવણીની પ્રક્રિયા પણ સરળ બનશે. મુખ્યમંત્રીશ્રીએ નગરપાલિકાઓને વિનામૂલ્યે સરકારી જમીન જાહેર સુવિધા સુખાકારીના પ્રોજેક્ટ્સ માટે આપવાનો નિર્ણય કર્યો છે. જેમાં નગરસેવા સદન, ફાયર સ્ટેશન, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ભૂગર્ભ ગટર, ડ્રેનેજ પંપીગ સ્ટેશન, વોટર સપ્લાય પ્રોજેક્ટ, સોલિડ, લીકવીડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ માટે, સ્ટ્રોર્મ વોટર ડ્રેનેજની કામગીરી આંગણવાડી, ટાઉન હોલ, કોમ્યુનિટી હોલ, કન્વેન્સન સેન્ટર જેવી આવશ્યક નાગરિક સુવિધાઓ લોકોને સરળતાએ મળે તેવો સિટીઝન સેન્ટ્રીક અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના આ જનહિતલક્ષી નિર્ણયને પરિણામે રાજ્યની ૧૫૨ નગરપાલિકાઓ પરનું આથક ભારણ ઘટતા વિકાસ પ્રોજેક્ટ્સ ઝડપભેર શરૂ થઈ શકશે. નગરોને વિકાસને વધુ મળશે સાથે સાથે નાગરિકોને પણ પાણી, ગટર, શિક્ષણ તથા આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધાઓ ત્વરાએ મળતી થશે.






