રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 9,268 કેસ નોંધાયા

0
436

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 364 નવા કેસ નોંધાયા છે અને 29 દર્દીના મોત થયા છે. જ્યારે 316 દર્દીને રજા આપવામાં આવી છે. આમ અત્યાર સુધીમાં કુલ કેસ 9,268 અને મૃત્યુઆંક 566 થયો છે.તેની સાથે સાથે 3,246 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છેકે રેડ ઝોન અને ખાસ કરીને કન્ટેઇન્મેન્ટ એરિયામાંથી સંક્રમણ બહાર ફેલાય નહીં એ માટે સમગ્ર રાજ્યમાં પૂરતા ફોર્સ સાથે સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવી રહી છે. કન્ટેઇન્મેન્ટ એરિયાની આસપાસ અને અંદર પોલીસના ફિક્સ પોઇન્ટ રાખી વીડિયોગ્રાફી સાથે સઘન ચેકિંગ થઇ રહ્યું છે. પરંતુ આવા વિસ્તારોમાં લોકોની અવર જવર પર મોનેટરિંગ વધારવા માટે અને પોલીસ સર્વેલન્સ વધારવા માટે ટેક્નોલોજીનો વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કેન્ટેઇન્મેન્ટમાં ડ્રોન અને હાઈડ્રોજન બલૂનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેની સાથે ત્રણ કેમેરા જોડવામાં આવે છે, જેનાથી અસરકારક સર્વેલન્સ રાખવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here