Home News Gujarat રાજ્યમાં કોરોનાના અત્યાર સુધીમાં 11,380 કેસ

રાજ્યમાં કોરોનાના અત્યાર સુધીમાં 11,380 કેસ

0
843

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 391 કેસ નોંધાયા છે અને 34 દર્દીના મોત થયા છે. જ્યારે 191 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં 11,380 કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 659 થયો છે જ્યારે 4,499 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. આવતીકાલ સવારથી દેશભરમાં લોકડાઉ 4.0 શરૂ થશે. આ અંગે કેન્દ્ર સરકારે ગાઈડલાઈન બહાર પાડીને 31 મે સુધી લોકડાઉન લંબાવ્યું છે. આ અંગે નિર્ણય કરવા આજે સાંજે 5 વાગ્યાથી મુખ્યમંત્રીની અધ્યક્ષતા હાઈ લેવલ કોર કમિટીની બેઠક યોજાઈ હતી. જો કે આ બેઠકમાં કોઈ નિર્ણય થઈ શકાયો નથી. હવે આવતીકાલે જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. ત્યાર બાદ નવા નિયમો જાહેર કરવામાં આવશે. આ અંગે મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, કન્ટેઈન્મેન્ટ ઝોન બહાર છૂટછાટ આપવામાં આવશે. તેમજ રાજ્યમાં કર્ફ્યુંનો કડક અમલ કરાશે. નવા નિયમોમાં કન્ટેઈન્મેન્ટ અને નોન કન્ટેઈન્મેન્ટ ઝોનના આધારે છૂટછાટ આપવામાં આવશે. નવા નોટિફિકેશનનો અમલ 19મેથી કરવામાં આવશે.મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, માસ્ક નહીં પહેર્યું હોય તેને સમગ્ર ગુજરાતમાં રૂ.200નો દંડ ફટકારવામાં આવશે. બાઈક ચાલકો અને રિક્ષા ચાલકોને છૂટ આપવામાં આવશે.

NO COMMENTS