રિતિક રોશનની આગામી ફિલ્મનો ફર્સ્ટ લૂક આવ્યો સામે…

0
478

બોલિવૂડ એક્ટર રિતિક રોશન આજકાલ તેની આગામી ફિલ્મ ‘ફાઈટર’ ને લઈને ઘણો ચર્ચામાં છે. હાલમાં જ ફિલ્મનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે, જેમાં એક્ટર સ્ક્વોડ્રન લીડરના લૂકમાં જોવા મળી રહ્યો છે. આ પોસ્ટરમાં જોઈ શકાય છે કે રિતિક રોશન ફાઈટર પ્લેનને ટચ કરતો જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે, અભિનેતા રિતિક રોશન ફિલ્મ ‘ફાઇટર’માં એરફોર્સ ઓફિસરની ભૂમિકા ભજવશે. ‘ફાઈટર’ના ફર્સ્ટ લૂકની સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ સામે આવી ગઈ છે.

રિતિક રોશન તેના ડાન્સ અને ફિટનેસ માટે જાણીતો છે. રિતિક રોશન અને દીપિકા પાદુકોણ આ દિવસોમાં તેમની આગામી ફિલ્મને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં, અભિનેતાએ તેની એક્શન-થ્રિલર ફિલ્મ ‘ફાઇટર’ સંબંધિત અપડેટ સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ અપડેટ જોયા બાદ ફિલ્મની રિલીઝને લઈને ચાહકોમાં જબરદસ્ત ઉત્તેજના જોવા મળી રહી છે. આ ફિલ્મની સ્ટારકાસ્ટની સાથે સ્ટોરી પણ શાનદાર બનવાની છે. ચાહકોને સરપ્રાઈઝ આપતા રિતિક રોશને તેની આગામી એક્શન-થ્રિલર ફિલ્મ ‘ફાઈટર’ વિશે કેટલીક ખાસ વિગતો શેર કરી છે. રિતિક રોશન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ ‘ફાઇટર’ના ફર્સ્ટ લુક અને રિલીઝ ડેટની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મનું પોસ્ટર જોઈને લોકો તેની સરખામણી હોલીવૂડની ફિલ્મ સાથે કરી રહ્યા છે