રેતી ચોરી મુદ્દે ભૂસ્તર તંત્રએ વધુ 2 વાહનો પકડ્યાં

0
109

ગાંધીનગરમાં રેતી ચોરી અને ગેરકાયદે રેતીની હેરફેર અટકાવવા ભૂસ્તર તંત્ર દ્વારા સતત વાહન ચેકિંગની કાર્યવાહી ચાલું રાખવામાં આવી છે. જે દરમિયાન પરમિટ કરતા વધુ જથ્થામાં રેતીની હેરફેર અને ગેરકાયદે હેરફેર બદલ વધુ બે વાહનો પકડી 45 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા છે.

ભૂસ્તર તંત્રની ટીમના ચેકિંગ દરમિયાન ગાંધીનગર તાલુકાના ફતેપુરા ચોકડી, પેથાપુર ખાતેથી ડમ્પર નં.GJ-01-JT-7242માં રોયલ્ટી પાસ કરતા 8.480 મે.ટન વધારાનો રેતીનો જથ્થો ઓવરલોડ કરી વહન કરાતું હોવાનું માલૂમ પડ્યું હતું. આ ઉપરાંત કલોલ તાલુકાના નાસ્મેદ, શિલજ-થોળ રોડ ખાતેથી ડમ્પર નં.GJ-18-AZ- 4172માં 17.210 મેટ્રિક ટન સાદી રેતી ખનિજનું રોયલ્ટી પાસ વગર બિનઅધિકૃતરીતે વહન કરતાં પકડાયું હતું. આ બંને વાહનો સાથે 45 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે સાથે વાહનોના માલિકો વિરૂદ્ધ પણ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.