રેલવે પાસે એડવાન્સ ટેક્નોલોજી, છતાં બાલાસોરમાં ક્યાં ચૂક રહી ગઈ ?!!

0
458

ઓડિશાના બાલાસોરમાં થયેલા ભયંકર અકસ્માતના 24 કલાક વિતી ગયા છે. અત્યાર સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. આ ભયંકર દુર્ઘટનામાં 280 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે હજાર લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈને પક્ષ અને વિપક્ષના નેતા ઘટના સ્થળે પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, અકસ્માતની ઘટનામાં તમામ દોષિત સામે પગલા લેવામાં આવશે. ત્યારે આ અકસ્માત બાદ સરકાર અને રેલવે પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો દાવો કરતી ભારતીય રેલવેની ચૂંક ક્યાં રહી ગઈ, જેના કારણે આટલો મોટો અકસ્માત થયો.

(1) રેલવે કવચ સિસ્ટમનું શું થયું?
રેલવે મંત્રી અશ્વિનની વૈષ્ણવે ગત વર્ષે કવચ સિસ્ટમ લોન્ચ કરી હતી. આ એક એવી સિસ્ટમ છે, જે આ પ્રકારના અકસ્માતને રોકી શકે છે. જો એક પાટા પર કોઈ ટ્રેનથી ચૂક થઈ જાય અને એક પાટા પર બે ટ્રેન આવી જાય ત્યારે આ સિસ્ટમને કારણે થોડા અંતરની વચ્ચે જ બંને ટ્રેનમાં બ્રેક લાગી જાય છે. આ સિસ્ટમ સિગ્નલ પાર કરવા અને ટક્કરને રોકવા માટે સુરક્ષા પ્રદાન કરે તે હેતુથી બનાવવામાં આવી છે. જ્યારે આ સિસ્ટમનું ટ્રાયલ કરવામાં આવ્યુ હતુ ત્યારે રેલમંત્રી ખુદ હાજર રહ્યા હતા. ત્યારે આ સમયે બાલાસોર રેલવે અકસ્માત અંગે સિસ્ટમ પર પ્રશ્ન ઉઠવો બરાબર છે. જો કે, જાણવા મળી રહ્યું છે. જે રૂટ પર આ અકસ્માત થયો તે રૂટ પર આ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવતો ન હતો.

(2) સ્ટેશનની પાસે આટલી સ્પીડમાં કેમ ચાલી રહી હતી ટ્રેન?
બાલાસોર રેલ અકસ્માત બાહાનગા બજાર સ્ટેશન પાસે થયો હતો. જ્યારે કોઈ ટ્રેન સ્ટેશન પાસેથી પસાર થતી હોય છે ત્યારે સામાન્ય રીતે ટ્રેનની સ્પીડ ધીમી હોય છે. પરંતુ સ્ટેશન નજીક હોવા છતા કોરોમંડલ ટ્રેન ખુબ ઝડપથી ચાલી રહી હતી. કોરોમંડલ એક્સપ્રેસનું એન્જિન અકસ્માતના સમયે માલગાડી પર ચઢી ગયુ હતુ. આ ટ્રેક પર ઝડપથી આવી રહેલી હાવડા બેંગ્લુરુ એક્સપ્રેસ કોરોમંડલ એક્સપ્રેસ સાથે અથડાઈ હતી. મીડિયા રિપોટ્સનું માનીએ તો, આ ટ્રેનની સ્પીડ 125 કિલોમીટર પ્રતિ કલાકની હતી. જ્યારે આટલી સ્પીડે ટ્રેન અથડાય ત્યારે ભયંકર અકસ્માત સર્જાય છે.

(3) એક ટ્રેક પર બે ટ્રેન કેવી રીતે આવી?
બહાનગા બજાર સ્ટેશનથી 300 મીટર પહેલા કોરોમંડલ એક્સપ્રેસના કેટલાક ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા હતા. ટ્રેનનું એન્જિન આઉટર લાઈન પર ઉભી રહેલી માલગાડી પર ચઢી ગયુ હતુ. આ દરમિયાન ટ્રેક પર હાવડા બેંગ્લુરુ એક્સપ્રેસ આવી અને સ્પીડમાં કોરોમંડલ એક્સપ્રેસને ટક્કર મારી હતી. સવાલ થઈ રહ્યો છે કે, એક રેલવે ટ્રેક પર બે ટ્રેન આવી કેવી રીતે? રેલવે જાણકારો મુજબ, આ પાછળ બે કારણો હોઈ શકે છે. એક માનવીય ભૂલ, જ્યારે બીજી ટેક્નિકલ ભૂલ. જો કે, કોની ભૂલ છે તે અંગેની પુષ્ટી કરવામાં આવી નથી.

(4) સ્ટેશન પર ધ્યાન કેમ ન આપવામાં આવ્યું?
તમને જણાવી દઈએ કે, રેલવે સ્ટેશન પર કંટ્રોલ રૂમ બનવવામાં આવે છે, જેમાં એક ડિસ્પ્લે હોય છે, આ ડિસ્પ્લેમાં તમામ ટ્રેનનો રેકોર્ડ હોય છે. કઈ ટ્રેન ક્યાં ટ્રેક પરથી આવી રહી છે અને આ ટ્રેનને ક્યા ટ્રેક પર મોકલવામાં આવશે. સ્ટેશન પર ક્યા પ્લેટફોર્મ પર ટ્રેન રોકાશે. ડિસ્પ્લે પર લીલી અને લાલ લાઈટના માધ્યમથી નજર રાખવામાં આવે છે. જો ટ્રેન પાટા પર છે, તો લાલ લાઈટ થાય છે અને જો ટ્રેન પાટા પર નથી તો લીલી લાઈટ થાય છે. આ અકસ્માતને જોઈને લાગી રહ્યું છે કે, કદાચ કોઈનું ડિસ્પ્લે પર ધ્યાન હશે નહીં.

(5) એકબીજા પર કેવી રીતે ડબ્બા ચઢી ગયા?

રેલવેના જાણકારો અનુસાર, આજકાલ એડવાંસ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલા એક ડબ્બા બીજા ડબ્બા પર ચઢી જતા હતા પરંતુ હવે નવી એન્ટી ફ્લાઈમ્બિંગ કોચ ટ્રેનમાં લગાવવામાં આવે છે. આ એલચીબી કોચ એવી રીતે બનાવવામાં આવે છે, જે એકબીજા પર ચઢી શકે નહીં. ત્યારે એ સવાલ ઉઠે છે કે, આ ટેક્નોલોજી બાદ પણ ડબ્બા એકબીજા પર કેવી રીતે ચઢી ગયા