રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ બાદ રાજસ્થાન રૉયલ્સને પણ IPL 2026 પહેલાં નવા માલિકની જરૂર છે?

0
409

IPLની આગામી સીઝન પહેલાં એક નહીં બે ટીમ વેચાણ માટે તૈયાર છે. અહેવાલ અનુસાર રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ બાદ રાજસ્થાન રૉયલ્સને પણ IPL 2026 પહેલાં નવા માલિકની જરૂર છે. બિઝનેસમૅન હર્ષ ગોયનકાએ X પર આ દાવો કર્યો છે

રાજસ્થાન રૉયલ્સ ટીમ રૉયલ્સ સ્પોર્ટ્સ ગ્રુપ એટલે કે ઇમર્જિંગ મીડિયા સ્પોર્ટિંગ હોલ્ડિંગ્સ લિમિટેડની માલિકીની છે અને તેઓ ટીમમાં ૬૫ ટકા હિસ્સો ધરાવે છે. IPL 2008ની શરૂઆતની સીઝન જીત્યા બાદ રાજસ્થાન રૉયલ્સ ૨૦૨૨માં ફાઇનલ મૅચ રમીને રનરઅપ બન્યું હતું. નવી સીઝન પહેલાં ટીમ પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે. રાહુલ દ્રવિડના સ્થાને કુમાર સંગકારા હેડ કોચ બન્યો છે. કૅપ્ટન સંજુ સૅમસનને રિલીઝ કરીને ટીમે રવીન્દ્ર જાડેજા જેવા અનુભવી પ્લેયરને ટીમમાં સામેલ કર્યો છે. ટીમ સામે હાલમાં નવો કૅપ્ટન શોધવાનો પડકાર છે.