‘લાલસિંહ ચડ્ઢા’ માટે આમિર ખાન 100 લોકેશન પર શૂટિંગ કરશે

0
1733

આમિર ખાન હાલ પોતાની અપકમિંગ ફિલ્મ ‘લાલસિંહ ચડ્ઢા’ની તૈયારીઓમાં વ્યસ્ત છે. આમિર ખાન એક સમયે એક જ ફિલ્મમાં કામ કરે છે, ત્યારે હાલ મિસ્ટર પર્ફેક્શનિસ્ટે પોતાનું ધ્યાન લાલસિંહ ચડ્ઢા પર કેન્દ્રિત કર્યું છે.

આમિર ખાન હાલ પોતાની અપકમિંગ ફિલ્મ ‘લાલસિંહ ચડ્ઢા’ની તૈયારીઓમાં વ્યસ્ત છે. આમિર ખાન એક સમયે એક જ ફિલ્મમાં કામ કરે છે, ત્યારે હાલ મિસ્ટર પર્ફેક્શનિસ્ટે પોતાનું ધ્યાન લાલસિંહ ચડ્ઢા પર કેન્દ્રિત કર્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આમિર ખાન પોતાની આ ફિલ્મ માટે ગુજરાતમાં શૂટિંગ કરી શકે છે. મળતી માહિતી પ્રમાણે આમિર ખાન પોતાની અપકમિંગ ફિલ્મ માટે આખા દેશમાં 100 જુદા જુદા સ્થળો શોધી રહ્યા છે.

ફિલ્મની સ્ક્રીપ્ટ પ્રમાણે આમિર ખાનના પાત્રના જીવનની સફર બતાવવાની છે. અને તેના માટે દર વખતે જુદા જુદા સ્થળો પર શૂટિંગ કરવું પડશે. આમિર ખાન સ્ટૂડિયો સેટ અપમાં નથી માનતા, એટલે તેમણે પોતાની ટીમને આખા દેશમાં 100 સ્થળોની શોધ કરવા કહ્યું છે. આ માટે દિલ્હી, ગુજરાત, મુંબઈ, કોલકાતા, બેંગ્લોર, હૈદરાબાદ સહિત દેશના અન્ય રાજ્યોમાં સંખ્યાબંધ સ્થળોએ શૂટિંગ થશે. ઉલ્લેખનીય છે કે જો આમિર ખાન ગુજરાતમાં શૂટિંગ કરશે તો લગાન બાદ ગુજરાતમાં શૂટ થનારી આ તેમની બીજી ફિલ્મ બનશે. તો કેટલાક રાજ્યો એવા પણ હશે, જ્યાં આમિર ખાન પહેલીવાર શૂટિંગ કરશે.

સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આ રોલ પાત્રના બાળપણ, સગીરાવસ્થા અને વાસ્તવિક ઉંમર વિશે છે, જેમાં જુદા જુદા લોકો સાથે તેમની યાદો અને સ્થળો સાથેની લાગણી બતાવવામાં આવશે. કદાચ પહેલીવાર કોઈ બોલીવુડની ફિલ્મ માટે 100 લોકેશન પર શૂટિંગ કરવામાં આવશે. એટલે આગામી કેટલાક મહિનામાં આમિર ખાન લોકેશન હન્ટિંગ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here