લૉકડાઉનને આગળ વધારવાની સરકારની હાલ કોઇ યોજના નથી : સરકાર

0
1106

કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને સરકારે દેશભરમાં 21 દિવસનુ જડબેસલાક લૉકડાઉન આપ્યુ છે. રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનને લઇને હવે સરકારે ચોખવટ કરી છે કે સરકાર પાસે લૉકડાઉનની આગળની કોઇ યોજના નથી. છેલ્લા કેટલાક સમયથી અફવાઓ ફેલાઇ રહી હતી કે સરકારનુ લૉકડાઉન હજુ પણ આગળ વધી શકે છે. જોકે હવે આને લઇને સરકારના કેબિનેટ સચિવ રાજીવ ગાબાએ ચોખવટ કરી છે. રાજીવ ગાબાએ જણાવ્યુ કે, લૉકડાઉનને આગળ વધારવાની સરકારની હાલ કોઇ યોજના નથી. તેમને કહ્યું કે, સરકારની પાસે હાલ આવી કોઇ યોજના નથી. આ માત્ર અફવાઓ જ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here