રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ અંગે રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું કે, ડ્રોનના પેટ્રોલિંગ દરમિયાન જાણવા મળ્યું કે, સોસાયટીના અંદરના ભાગમાં લોકો બેસે
છે, લોકડાઉનના ઉલ્લંઘન પર બે વર્ષની સજા કરવામાં આવશે. નિઝામુદ્દીન કેસ અંગે તપાસ કરવામાં આવી રહી છે. જ્યાં છો ત્યાં જ રહો અને મુસાફરી ન કરો.
ગુજરાતમાં અત્યારસુધીમાં 1789 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 1693 નેગેટિવ આવ્યા છે. જ્યારે 87 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે અને 9 ટેસ્ટ પેન્ડિંગ છે. 87 પોઝિટિવ કેસમાં 2 દર્દી વેન્ટિલેટર પર છે, 71 દર્દી સ્ટેબલ છે. 7 દર્દી સાજા થયા છે અને 7 દર્દીના મૃત્યુ થયા છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, રાજ્યમાં ગરીબોને અનાજનું વિતરણ વ્યવસ્થિત રીતે થઇ રહ્યું છે. અત્યારસુધીમાં રાજ્યમાં 15.16 લાખ લાભાર્થીઓને અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં દૂધની પણ અછત સર્જાશે નહીં. દૂધ સહકારી મંડળીના સભ્ય ન હોય તેઓ પણ સહકારી મંડળીમાં દૂધ આપી શકશે.