લોકડાઉન કર્યાં વગર જ ગુજરાતમાં કોરોના પર આપણે સંપુર્ણ કાબુ મેળવ્યો: CM રૂપાણી

0
664

ગુજરાતમાં આપણે સંપૂર્ણ લોકડાઉનની પદ્ધતિ અન્ય રાજ્યોની જેમ અપનાવવી પડી નથી. લોકોના સહયોગ અને SMS સહિતની કોરોના ગાઇડલાઇન્સના રાજ્યમાં પાલન સાથે માત્ર ૩૬ શહેરોમાં મર્યાદિત નિયંત્રણો લાગુ કરીને આપણે કોરોના કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો કરી શકયા છીએ. તે જ આપણી સફળતા છે. મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, કોવિડ-19 ની પહેલી લહેરમાં ગત વર્ષ સપ્ટેમ્બર-ર૦ર૦ની રપ મી તારીખ આસપાસ રોજના ૧૬૦૦ જેટલા કેસો રાજ્યમાં નોંધાતા હતા અને તે વધીને રપ મી નવેમ્બરે ૧૮૦૦-૧૯૦૦ થયા હતા તે રાજ્યમાં સૌથી વધુ કેસ એક દિવસમાં નોંધાયા હોય તેવો બીજો તબક્કો હતો.
મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યમાં કોરોના-કોવિડની સ્થિતીની સમીક્ષા માટે નિયમીતપણે મળતી કોર કમિટીની બેઠકોમાં પણ વખતોવખત આ સંભવિત ત્રીજી લહેરના સંક્રમણ સાથેની પૂર્વ તૈયારીઓ અંગે વિશદ ચર્ચા-મંથન કરવામાં આવેલું છે. આ બધા જ મંતવ્યો અભિપ્રાયો અને કોર કમિટીના વિવિધ નિર્ણયોની ફલશ્રુતિને આખરી ઓપ આપતાં આજે આપણે એકશન પ્લાન-રણનીતિ જાહેર કરી રહ્યા છીયે એમ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ રાજ્ય સરકારની આ રણનીતિ-કાર્યયોજનાની વિશેષતાઓ અંગેની વિસ્તૃત વિગતો આપતાં કહ્યું કે, આપણે બે બાબતો પર વિશેષ ફોકસ કરીને આ રણનીતિ બનાવી છે. તદઅનુસાર, ત્રીજા વેવને આવતો જ અટકાવવો તેમજ તીવ્રતા-ઇન્ટેસીટી ઘટાડવી સાથોસાથ જો સંભવિત ત્રીજા વેવમાં કેસોની સંખ્યા વધી જાય તો તેને પહોચી વળવા આરોગ્ય તંત્રનું ક્ષમતા વર્ધન કરવું એવી બેવડી રણનીતિ સાથે રાજ્ય સરકાર આગળ વધવા પ્રતિબદ્ધ છે એમ વિજય રૂપાણીએ ઉમેર્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here