લોકશાહી ખતરામાં, માત્ર સોશ્યલ મીડિયા પર સક્રિય રહેવાથી નહી ચાલેઃ સોનિયા ગાંધી

0
1372

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીની એક બેઠકને સંબોધન કરતા કહ્યુ હતુ કે, દેશમાં લોકશાહી ખતરામાં છે અને લોકોએ આપેલી સત્તાનો દુરપયોગ કરવામાં આવી રહ્યો છે. સોનિયા ગાંધીએ કહ્યુ હતુ કે, જનાદેશનો સૌથી ખતરનાક રીતે આ સરકાર દુરપયોગ કરી રહી છે.આ સરકાર ગાંધીજી, સરદાર પટેલ અને ડો.આંબેડકર જેવા નેતાઓના સાચા સંદેશાઓનો ખોટો ઉપયોગ કરીને પોતાનો નાપાક એજન્ડા લાગુ કરી રહી છે.હવે કોંગ્રસે માટે માત્ર સોશ્યલ મીડિયા પર સક્રિય રહેવુ પૂરતુ નથી. તેમણે કહ્યુ હતુ કે, દેશની આર્થિક સ્થિતિ બહુ ખરાબ છે.લોકોનો આત્મવિશ્વાસ ડગમગી રહ્યો છે અને સરકાર તેના પરથી ધ્યાન હટાવવા માટે બદલાની રાજનીતિ સહિતના પગલા ભરી રહી છે. હવે આપણે લોકો સુધી જવુ પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here