વડાપ્રધાન શ્રીનરેન્દ્ર મોદી માતા હીરાબાના આશીર્વાદ લેવા પહોંચ્યા

0
185

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાત છે. અમદાવાદમાં ખાદી ઉત્સવનો આરંભ કરાવી અટલ બ્રિજનું લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા હીરાબાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. અહીં તેમણે લગભગ માતા સાથે 26 મિનિટ જેટલો સમય પસાર કર્યો હતો. રાયસણમાં માતા હીરાબા સાથે મુલાકાત કરવા પીએમ મોદી પહોંચ્યા હતા. પીએમ મોદીના માતા હીરાબા રાયસણમાં પંકજ મોદી સાથે રહે છે. નોંધનીય છે કે, અગાઉ પીએમ મોદીએ માતા હીરાબાના 100માં જન્મદિવસ પર તેમની સાથે મુલાકાત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાત માટે અમદાવાદ આવી પહોંચ્યા હતા, ત્યારે તેમણે અમદાવાદ ખાતે ખાદી ઉત્સવનો પ્રારંભ કરાવ્યા બાદ અટલ બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. પીએમ મોદી સંબોધન બાદ અટલ બ્રિજ પર પહોંચ્યા હતા. તેઓ અટલ બ્રિજ પર વોક કરતાં જોવા મળ્યા હતા. તેમણે બ્રિજ પર ચાલીને બ્રિજને નિહાળ્યો હતો. જે બાદ તેઓ સીધા જ માતા હીરાબાને મળવા રાયસણ પહોંચ્યા હતા.