વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન રામ પર જારી કરાયેલ સ્ટેમ્પના પુસ્તકનું વિમોચન કર્યું…

0
253

અયોધ્યામાં તૈયાર થયેલા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને લઈને સમગ્ર દેશમાં આનંદનો માહોલ છે. આ કાર્યક્રમને વિશેષ બનાવવા માટે દેશભરમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી રામ જન્મભૂમિ મંદિર પર સ્મારક ટપાલ ટિકિટો અને વિશ્વભરમાં ભગવાન રામ પર જારી કરાયેલ સ્ટેમ્પના પુસ્તકનું વિમોચન કર્યું છે. પીએમ મોદીએ કુલ 6 ટિકિટો જાહેર કરી, જેમાં રામ મંદિર, ભગવાન ગણેશ, ભગવાન હનુમાન, જટાયુ, કેવટરાજ અને મા શબરીની ટિકિટનો સમાવેશ થાય છે. સ્ટેમ્પમાં રામ મંદિર, ચોપાઈ ‘મંગલ ભવન અમંગલ હરિ’, સૂર્ય, સરયુ નદી અને મંદિરની આસપાસની મૂર્તિઓ દર્શાવવામાં આવી છે.સ્ટેમ્પ બુક એ શ્રી રામની આંતરરાષ્ટ્રીય અપીલને વિવિધ સમાજોમાં દર્શાવવાનો પ્રયાસ છે. 48 પાનાના પુસ્તકમાં યુએસ, ન્યુઝીલેન્ડ, સિંગાપોર, કેનેડા, કંબોડિયા અને સંયુક્ત રાષ્ટ્ર જેવા સંગઠનો સહિત 20 થી વધુ દેશો દ્વારા જારી કરાયેલ ટપાલ ટિકિટોનો સમાવેશ થાય છે.