Home Gandhinagar વન વિભાગ દ્વારા ટ્રી ટ્રાન્સપ્લાન્ટ મશીનનું લોકાર્પણ કરાયું

વન વિભાગ દ્વારા ટ્રી ટ્રાન્સપ્લાન્ટ મશીનનું લોકાર્પણ કરાયું

0
704

પર્યાવરણને બચાવવા માટે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ટ્રી ટ્રાન્સપ્લાન્ટરની મદદથી 2137 વૃક્ષોને ટ્રાન્સપ્લાન્ટ કરાયા હોવાનું પુનિતવનમાં નવીન ટ્રી ટ્રાન્સપ્લાન્ટ મશીનના લોકાર્પણ પ્રસંગે વનમંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું. વન વિભાગે રૂપિયા 2.50 કરોડના ખર્ચે નવીન ટ્રી ટ્રાન્સપ્લાન્ટની ખરીદી કરી છે. વિકાસના કારણે વૃક્ષછેદનથી પર્યાવરણીય સંતુલન ખોરવાય તેવી સ્થિતિનું નિર્માણ થાય છે. ત્યારે વૃક્ષછેદન ઘટાડવા વૃક્ષોને મૂળ જગ્યાએથી સલામત રીતે ઉપાડીને અન્ય યોગ્ય જગ્યાએ ટ્રાન્સપ્લાન્ટ કરીને વૃક્ષને બચાવવા માટે રાજ્ય સરકારના વન વિભાગે રૂપિયા 2.50 કરોડના ખર્ચે નવીન ટ્રી ટ્રાન્સપ્લાન્ટ મશીનની ખરીદી કરી છે.

NO COMMENTS