વરુણ ધવન બનશે પરમવીર ચક્ર વિજેતા અરુણ ખેત્રપાલ

0
1524

પહેલી વાર હશે જ્યારે મસ્તીખોર એક્ટર વરુણ ધવન ભારતીય સેનાના યુનિફોર્મમાં પડદા પર દેખાશે.

બોલીવુડમાં વધુ એક ભારતીય વાયુ સેના પર ફિલ્મ બની રહી છે. 1971ના યુદ્ધમાં શહીદ થયેલા પરમવીર ચક્ર વિજેતા સેકંડ લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલ પર ફિલ્મ બનવા જઈ રહી છે. ફિલ્મમાં શૂરવીર અરુણ ખેત્રપાલ તરીકે વરુણ ધવન દેખાશે અને આવું પહેલી વાર હશે જ્યારે મસ્તીખોર એક્ટર વરુણ ધવન ભારતીય સેનાના યુનિફોર્મમાં પડદા પર દેખાશે.

જોકે ફિલ્મ કુલી નંબર-1ના શૂટિંગમાં વ્યસ્ત વરુણ ધવન ટૂંક સમયમાં જ કેમેરા સામે ખેત્રપાલ દ્વારા કરવામાં આવેલા કારનામાને દોહરાવવાનો પ્રયત્ન કરશે. ખાસ બાબત એ છે આજે એટલે કે 14 ઑક્ટોબરે અરુણ ખેત્રપાલનો જન્મદિવસ છે અને આજ દિવસે ફિલ્મમેકર્સે ફિલ્મની જાહેરાત કરી છે. વર્ષ 1950માં 14 ઑક્ટોબર ના જ દિવસે ખેત્રપાલ જેવા જાબાંઝનો પુણેમાં જન્મ થયો હતો.

ફિલ્મનું નિર્દેશન શ્રીરામ રાઘવન કરશે અને આ ફિલ્મ પ્રૉડ્યૂસર દિનેશ વિઝન છે, જેમણે એકવાર પહેલા પણ વરુણ ધવન સાથે બદલાપુરમાં કામ કર્યું હતું. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ તરફથી આપેલી માહિતી પ્રમાણે અત્યાર સુધી ફિલ્મને અરુણ ખેત્રપાલની બાયોપિકનું નામ નથી આપવામાં આવ્યું, પણ ફિલ્મમાં અરુણના સરાહનીય કામને દર્શાવવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here