વિકાસ સપ્તાહની ઉજવણી નિમિતે ગાંધીનગરમાં રોશનીની ઝાકમઝોળ….

0
521

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 24 વર્ષની જનસેવાના યશસ્વી પ્રયોગોને ઉજાગર કરવા રાજ્યભરમાં 7 થી 15 ઓક્ટોબર દરમિયાન ઉજવાઈ રહેલા “વિકાસ સપ્તાહ” અંતર્ગત કેપિટલ સિટી ગાંધીનગર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા યોજાયેલા આ કાર્યક્રમો જનભાગીદારીને કેન્દ્રમાં રાખીને રાજ્યના દરેક ખૂણામાં ઉજવણીનો માહોલ સર્જી રહ્યા છે.વિકાસ સપ્તાહના ભાગરૂપે ગાંધીનગરની મહત્વપૂર્ણ સરકારી ઈમારતોને આકર્ષક લાઈટિંગથી સજાવવામાં આવી છે. ગુજરાત વિધાનસભા, સચિવાલય, મહાત્મા મંદિર, દાંડી બ્રિજ તેમજ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન જેવી ઈમારતો રંગીન રોશનીથી ઝળહળતી દેખાઈ રહી છે. નયનરમ્ય લાઈટિંગથી સમગ્ર શહેરમાં તહેવારી માહોલ છવાઈ ગયો છે અને શહેરીજનો આ નજારો જોઈ મંત્રમુગ્ધ થઈ રહ્યા છે.