વિકી કૌશલ ની “છાવા” નું ટીઝર રિલીઝ ….

0
308

વિકી કૌશલને જોયા બાદ સ્ટાર્સથી લઈને ફેન્સ સુધી દરેકના મનમાં આ વાત આવે છે. વિકી જે પણ પાત્ર ભજવે છે, તેમાં તે એટલો ડૂબી જાય છે કે જાણે તેની સામે એ જ વ્યક્તિ ઉભી હોય તેવું લાગે છે.
તેણે ગયા મહિને રિલીઝ થયેલી ફિલ્મ ‘બેડ ન્યૂઝ’માં ‘અખિલ ચઢ્ઢા’ની ભૂમિકા ભજવીને બધાને ખૂબ હસાવ્યા હતા. હવે ‘છાવા’ (Chhaava)ના રૂપમાં તે દર્શકો સમક્ષ એક મરાઠા યોદ્ધાની કહાની લાવી રહ્યો છે, જેના વિશે કદાચ કેટલાક લોકો અત્યાર સુધી જાણતા નથી.વિકી કૌશલ અને રશ્મિકા મંદન્ના અભિનીત ફિલ્મ છાવાનું ટીઝર રક્ષાબંધનના ખાસ અવસર પર રિલીઝ કરવામાં આવ્યું છે, જેને જોઈને માત્ર તમારા રુંવાડા ઉભા નહિ થાય, પરંતુ વિકી કૌશલની એક્ટિંગ જોઈને તમને તેની સાથે સન્માન સાથે હાથ મિલાવવાનું મન થશે.