વિદ્યા બાલન સાથે રોમૅન્સ કરશે પ્રતીક ગાંધી !!?

0
1124

પ્રતીક ગાંધી અને વિદ્યા બાલન ઑન-સ્ક્રીન રોમૅન્સ કરશે એવી ચર્ચા ચાલી રહી છે. પ્રોડ્યુસર્સ તનુજ ગર્ગ અને અતુલ કસ્બેકર સાથે થોડા સમય અગાઉ વિદ્યા ચર્ચા કરી રહી હતી. તેમની સાથે વિદ્યાએ ‘તુમ્હારી સુલુ’માં કામ કર્યું હતું. હવે લૉકડાઉનમાં રાહત મળ્યા બાદ આ નવા પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવશે. ‘સ્કૅમ 1992 : ધ હર્ષદ મહેતા સ્ટોરી’થી પ્રસિદ્ધિ મેળવનાર પ્રતીક ગાંધીની પણ આ ફિલ્મમાં એન્ટ્રી થઈ હોય એવું લાગી રહ્યું છે. આ ફિલ્મમાં બે કપલ્સની સ્ટોરી દેખાડવામાં આવશે, જેમાં વિદ્યા અને પ્રતીક કપલ રહેશે. જોકે અન્ય કપલ કોણ બનશે એની શોધખોળ ચાલી રહી છે. સામાજિક પિતૃસત્તાને આજના સમયની સ્ટોરી સાથે દેખાડવામાં આવશે. આ ફિલ્મને ઍડ ફિલ્મમેકર શીર્ષા ગુહા થરુતા ડિરેક્ટ કરશે. આ ફિલ્મ દ્વારા તે ડિરેક્શનમાં એન્ટ્રી કરશે. આ વર્ષના અંતમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થાય એવી શક્યતા છે. મુંબઈ અને સાઉથ ઇન્ડિયામાં એનું ૪૫ દિવસનું શૂટિંગ કરવામાં આવશે. બન્ને કલાકારો તરફથી હજી સુધી કોઈ નિવેદન નથી આપવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here