વિદ્યુત જામવાલની IB 71નું ટ્રેલર રિલીઝ

0
264

બોલિવૂડ એક્ટર વિદ્યુત જામવાલ ‘IB71’ નામની દમદાર ફિલ્મ લઈને આવી રહ્યો છે. તે વર્ષ 1971માં એક ટોપ સિક્રેટ મિશનની સત્ય ઘટના પર આધારિત છે. જીત માટે 30 એજન્ટોએ 10 દિવસમાં આ મિશનની તૈયારી કરી. આ મિશન 50 વર્ષ સુધી છુપાયેલું રહ્યું. વિદ્યુતે આ એક્શન ફિલ્મથી નિર્માતા તરીકે પણ ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મ 12 મે 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.બોલિવૂડનો એક્શન હીરો વિદ્યુત જામવાલ ઘણાં દિવસોથી મોટા પડદા પરથી ગાયબ છે. આ વખતે તે નિર્માતા તરીકે આવી રહ્યો છે. વિદ્યુત જામવાલની આગામી ફિલ્મ ‘IB 71’ 12મી મેના રોજ મોટા પડદા પર આવવાની છે. એક્ટર હવે સંકલ્પ રેડ્ડી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘IB 71’ સાથે સ્ક્રીન પર દેખાવાની તૈયારી કરી રહ્યો છે. ‘IB 71’ ગુલશન કુમાર T-Series Films અને Reliance Entertainment દ્વારા રજૂ કરાઈ છે. વિદ્યુત જામવાલ, અનુપમ ખેર અને વિશાલ જેઠવા મુખ્ય ભૂમિકામાં છે. વિદ્યુત જામવાલ અને અબ્બાસ સૈયદ દ્વારા નિર્મિત, આદિત્ય શાસ્ત્રી, આદિત્ય ચોક્સી અને શિવ ચનાના સહ-નિર્માતા છે.