વિદ્યુત જામવાલ અને નોરા ફતેહીને લીડ રોલમાં દર્શાવતી ફિલ્મ ક્રેક – જીતેગા તો જીયેગા…

0
264

વિદ્યુત જામવાલ અને નોરા ફતેહીને લીડ રોલમાં દર્શાવતી ફિલ્મ ક્રેક – જીતેગા તો જીયેગાનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. ફિલ્મને ફાઈનલ ટચ અપાઈ રહ્યો છે ત્યારે વિદ્યુત જામવાલે તેને ફેબ્રુઆરીમાં રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. વિદ્યુત જામવાલના જન્મદિન નિમિત્તે ક્રેકને 23 ફેબ્રુઆરીના રોજ રિલીઝ કરવાની જાહેરાત થઈ હતી. આ ફિલ્મમાં અર્જુન રામપાલ અને એમી જેક્સન પણ મહત્ત્વના રોલમાં છે. બોલિવૂડના ટોચના એક્શન સ્ટારમાં સ્થાન ધરાવતા વિદ્યુત જામવાલે એક્ટિંગની સાથે પ્રોડક્શન હાઉસ પણ શરૂ કર્યું છે. એક્શન હીરો ફિલ્મ્સના બેનર હેઠળ ક્રેકનું નિર્માણ થયું છે. ફિલ્મના ડાયરેક્શનની જવાબદારી આદિત્ય દત્તને સોંપવામાં આવી છે.

વિદ્યુત અને આદિત્ય અગાઉ કમાન્ડો 3માં સાથે કામ કરી ચૂક્યા છે. ફિલ્મમાં વિદ્યુત સહિતના તમામ સ્ટાર્સ દમદાર એક્શન અને ડાન્સ માટે જાણીતા છે. એક્શનમાં વિદ્યુતની તોલે કોઈ આવી શકે તેમ નથી, જ્યારે ડાન્સમાં નોરા નંબર-1 છે. આ ફિલ્મનું શૂટિંગ પોલેન્ડમાં થયું છે. તેમાં મુંબઈના સ્લમથી માંડીને અંડરગ્રાઉન્ડ એક્સ્ટ્રીમ સ્પોર્ટ્સમાં ડંકો વગાડનારા સાહસિક યુવકનો રોલ વિદ્યુતે કર્યો છે. વિદ્યુતે દિલ ધડક એક્શન સ્ટન્ટ કર્યાં છે. અગાઉ બોલિવૂડમાં ડાન્સર તરીકે ઓળખાતી નોરાને આ ફિલ્મથી લીડ એક્ટ્રેસ તરીકે કામ કરવાની તક મળી છે.