વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો એક અનોખો ગ્રહ!!!!!!

0
309

વિશ્વભરના વૈજ્ઞાનિકો અંતરિક્ષના અનોખા રહસ્યો વિશે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. વૈજ્ઞાનિકો અવકાશ વિશે દરરોજ નવા ખુલાસા કરી રહ્યા છે. હવે આ દરમિયાન વૈજ્ઞાનિકોએ એક એવો દાવો કર્યો છે, જેને સાંભળીને દરેક આશ્ચર્યચકિત થઈ જશે. નાસાના વૈજ્ઞાનિકોએ અવકાશમાં ગુરુ જેવા નવા ગ્રહની શોધ કરી છે. આશ્ચર્યની વાત એ છે કે, આ ગ્રહ પર એક વર્ષ માત્ર 16 કલાકનું હોય છે.

વૈજ્ઞાનિકોએ આ નવા ગ્રહને TOI-2109b નામ આપ્યું છે. વૈજ્ઞાનિકોના મતે બ્રહ્માંડમાં જોવા મળતો આ બીજો સૌથી ગરમ ગ્રહ છે. આ અલ્ટ્રાહોટ બૃહસ્પતિ અનેક વાયુઓનો ભંડાર છે. તે માત્ર 16 કલાકમાં પોતાના તારાની પરિક્રમા કરે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, આ ગ્રહનું દળ ગુરુ કરતાં પાંચ ગણું છે અને આ ગ્રહ ગુરુ જેટલો ગરમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here