શકુંતલા દેવી’ ફિલ્મ એમેઝોન પ્રાઈમ પર 30 જુલાઈના રિલીઝ થશે

0
1010

અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાના સ્ટારર ‘ગુલાબો સિતાબો’ ફિલ્મ બાદ વિદ્યા બાલન સ્ટારર ‘શકુંતલા દેવી’ ફિલ્મ ટૂંક સમયમાં OTT (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મ પર રિલીઝ થશે. હાલમાં જ એમેઝોન પ્રાઈમ વીડિયોએ તેના વર્લ્ડ પ્રીમિયરનું અનાઉન્સમેન્ટ કર્યું છે. આ ફિલ્મ બાયોપિક છે જેમાં વિદ્યા હ્યુમન કમ્પ્યુટર ગણાતા ગણિતજ્ઞ શકુંતલા દેવીના રોલમાં છે.

એમેઝોન પ્રાઈમે આ ફિલ્મની રિલીઝ ડેટ પોસ્ટપોન કરી દીધી છે. ફિલ્મ સાથે જોડયેલ સૂત્રોનું કહેવું છે કે, પ્લાનિંગ મુજબ ગુલાબો સિતાબોની રિલીઝના થોડા દિવસ પછી જ એમેઝોન વિદ્યા બાલનની ફિલ્મ સ્ટ્રીમ થવાની હતી. જોકે, હવે આ પ્લાનિંગમાં ફેરફાર થયો છે. ગુલાબો સિતાબોની પોપ્યુલારિટી પર અસર ન પડે તે માટે એમેઝોને આ ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારી દીધી છે. હવે તેનું પ્રીમિયર 30 જુલાઈના રાખવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here