Home Gandhinagar શાળા સંકુલો બહાર નો-પાર્કિંગના કોર્ટ આદેશનો ગાંધીનગરમાં અમલ ક્યારે ….!?

શાળા સંકુલો બહાર નો-પાર્કિંગના કોર્ટ આદેશનો ગાંધીનગરમાં અમલ ક્યારે ….!?

0
939

રાજ્યમાં ટ્રાફિક નિયમનને લઈને થયેલી પિટીશનના કેસમાં હાઈકોર્ટે તમામ શાળાઓને
તેમના સંકુલમાં જ વાહનો પાર્કકરવાનો આદેશ કર્યો છે જેનેપગલે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તેમના હકૂમત હેઠળની શાળાઓને
પાર્કિંગ કરવાની સૂચના આપી છે. ગાંધીનગરમાં પણ શૈક્ષણિક સંકુલોની બહાર પાર્કિંગની સ્થિતિ જોતાં આ ચુકાદાનો અમલ થાય
તે જરૂરી છે. હાઈકોર્ટ દ્વારા પાર્કિંગ અને ટ્રાફિક ને લઈને નિયમોનું કડકપણે પાલન કરાવવા થયેલા આદેશ બાદ
સરકારે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને શાળાકોલેજોની બહાર પાર્કિંગ તથા ટ્રાપિક મુદ્દે સરળતા જળવાય તે માટેની કાર્યવાહી કરવાની સૂચના
આપી છે. જેમાં શાળાએ આવતા તમામ વિદ્યાર્તીઓ, વાલીઓ, સ્ટાફ તેમજ અન્ય મુલાકાતીઓના વાહનોનું પાર્કિંગ ફરજિયાત શાળાના સંકુલમાં જ કરાવવાનું રહેશે.

હાઈકોર્ટના ચુકાદા મુજબ શાળાની આસપાસના જાહેર રસ્તા પર કે સર્વિસ રોડ પર જો વાહનો પાર્ક કરેલા હશે અને ટ્રાફિકને અડચણરૂપ બનશે
તો તમામ જવાબદારી શાળા સંચાલકોની રહેશે એમ સ્પષ્ટપણે જણાવાયું છે. અમદાવાદમાં તમામ શાળાઓને
જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પરિપત્ર પાઠવી અમલ કરવા તાકિદ કરી દેવામાં આવી છે. પાટનગર હોવા છતાં શાળાઓ બહાર ટ્રાફિકને અડચણરૂપ પાર્કિંગ સામે કાર્યવાહી કરવામાં તંત્ર હજી સુધી બેદરકાર છે એ શંકાનો વિષય છે. ગાંધીનગરમાં પણ આ ચુકાદાનો સત્વરે અમલ થાય તે જરૂરી છે.

NO COMMENTS