શાહરૂખ ખાને ઈદની પરંપરા જાળવી: મન્નતની બહાર રાહ ચાહકોને પાઠવી શુભેચ્છા

0
294

શાહરૂખ ખાને શનિવારે બપોરે મન્નત ખાતે તેની ટેરેસ પર બહાર નીકળી અને ચાહકોને ઈદની શુભેચ્છા આપવાની પરંપરા તેણે જાળવી રાખી છે. નાનો દીકરો અબરામ પણ સુપરસ્ટાર સાથે જોડાયો હતો. સુપરસ્ટારની એક ઝલક મેળવવા સવારથી મન્નતની બહાર એકઠા થયેલા ચાહકોને તેણે હાથ બતાવ્યો હતો. તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી લખ્યું કે, “આ તહેવારના દિવસે તમને જોઈને ખૂબ જ આનંદ થયો!!! હવે ચાલો પ્રેમ આપીએ અને ભગવાનના આશીર્વાદ આપણા બધા પર રહે… ઈદ મુબારક.”