શું દેવેન્દ્ર ફડણવીસ બનશે મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી……??!!

0
69

મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાનીમાં મહાયુતિના સોલિડ પરફોર્મન્સ પછી ભાજપ મજબૂત ઉભરી આવ્યો છે. હવે તે પોતાના નેતાને મુખ્યમંત્રી બનાવવા માગે છે અને તેમાં દેવેન્દ્ર ફડણવીસનું નામ સૌથી આગળ છે. એકનાથ શિંદેને મુખ્યમંત્રી તરીકે ચાલુ રાખવા ભાજપ તૈયાર નહીં થાય તેવી શક્યતા છે. મહારાષ્ટ્રમાં ભાજપે તેનો અત્યાર સુધીનો સૌથી સારો દેખાવ કરીને 132 બેઠકો જીતી છે.મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળ મહાયુતિનો વિજય થયો છે અને ભાજપ અપેક્ષા કરતા પણ વધુ મજબૂત પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. હવે રાજ્યના મુખ્યમંત્રી કોણ બનશે તેની ચર્ચા ચાલે છે ત્યારે તેમાં દેવેન્દ્ર ફડણવીસનું નામ મોખરે છે. એકનાથ શિંદેને મુખ્યમંત્રી તરીકે ચાલુ રાખવા ભાજપ તૈયાર નહીં થાય તેવી શક્યતા છે.એકનાથ શિંદે માને છે કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તેઓ મુખ્યમંત્રી પદે ચાલુ રહેશે તો યુતિને ફાયદો થશે. પરંતુ ભાજપના ટોચના નેતાઓ અને આરએસએસનું માનવું છે કે ફડણવીસને મુખ્યમંત્રી બનાવવા જોઈએ.