શ્રીલંકાને ભારત સામેની બીજી વન-ડેમાં સ્લો ઓવર રેટ બદલ દંડ

0
594

શ્રીલંકા અને ભારત વચ્ચે ત્રણ વન-ડે મેચની શ્રેણીની બીજી વન-ડેમાં ભારતનો ત્રણ વિકેટે ભવ્ય વિજય થયો હતો અને ભારતે શ્રેણી પર પણ કબ્જો જમાવી દીધો છે. 20 જુલાઈના બીજી વન-ડે રમાઈ હતી. આ મેચમાં ભારતે શ્રીલંકા પાસેથી જીતનો કોળિયો છીનવી લીધો હતો. શ્રીલંકાના ખેલાડીઓ માટે મેચ અને શ્રેણી ગુમાવવા ઉપરાંત વધુ એક માઠા સમાચાર આવ્યા છે. શ્રીલંકાના ખેલાડીઓને ધીમા ઓવર રેટ બદલ મેચ ફીના 20 ટકા પેનલ્ટી ફટકારવામાં આવી છે. આ ઉપરાંત આઈસીસી વર્લ્ડ કપ સુપર લીગ પોઈન્ટ ટેબલમાં પણ એક પોઈન્ટનું નુકસાન થયું છે.

આઈસીસી મેચ રેફરી રંજન મદુગલેએ દાસુ શાકાના નેતૃત્વ હેઠળની શ્રીલંકાની ટીમને આ પેનલ્ટી ફટકારી છે. સિંહાલીઓએ નિર્ધારિત સમયમાં એક ઓવર ઓછી ફેંકી હતી, જેને પગલે તેમને આ દંડ કરવામાં આવ્યો છે. શ્રીલંકાની ટીમ પોઈન્ટ ટેબલમાં 12માં ક્રમે છે. આ રીતે શ્રીલંકાને ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગ પોઈન્ટ ટેબલમાં ત્રીજી વખત એક પોઈન્ટ ગુમાવવો પડ્યો છે. ભારતે શ્રેણીની પ્રથમ વન-ડે સાત વિકેટે જીત્યા બાદ બીજી વન-ડે પણ ત્રણ વિકિટે જીતી લીધી હતી. આ શ્રેણીની અંતિમ વન-ડે 23 જુલાઈને શુક્રવારે રમાશે. શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ દંડનો સ્વીકાર કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here