શ્રીલંકામાં ઇમરજન્સી જાહેર…..

0
402

આર્થિક સંકટ સાથે લડી રહેલાં શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે દેશ છોડીને માલદીવ ભાગી ગયા છે. રાજપક્ષેનાં દેશ છોડવાં પર લોકોનો ગુસ્સો ભડકી ગયો છે. રાજધાની કોલંબોનાં રસ્તા પર પ્રદર્શનકારી ભારે ઉત્પાત મચાવી રહ્યાં છએ હજારોની સંખ્યામાં લોકો સંસદ ભવન તરફ માર્ચ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં પ્રદર્શનકારી પીએમ હાઉસ તરફ વધી રહ્યાં છે. હાલમાં શ્રીલંકામાં ઇમરજન્સી લાગૂ કરી દેવમાં આવી છે.

તો બીજી તરફ રાજપક્ષેનાં વિરોધનાં 139 દિવસ બાદ તેમનું રાજીનામુ આપી દીધુ છે. આજે સંસદમાં તેમનાં રાજીનામાંની જાહેરાત થઇ શકે છે. આ સાથે જ અંતરિમ રાષ્ટ્રપતિનાં નામની પણ જાહેરાત થશે.શ્રીલંકામાં હાલમાં પરિસ્થિતિ જે રીતે વણશી રહી છે. ગોટબયાનાં દેશ છોડીને ભાગવાથી આક્રોશિત લોકોએ PM હાઉસને ઘેરી લીધુ છે. અફરા-તફરીની સ્થિતિ જોઇને હાલમાં શ્રીલંકામાં આપાતકાલ લગાવી દેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here