સંજીદા શેખ અને એક્ટર હર્ષવર્ધન રાણે એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા

0
331

ટીવી એક્ટ્રસ સંજીદા શેખ અને એક્ટર હર્ષવર્ધન રાણે એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. થોડા દિવસો પહેલા જ સંજીદા અને હર્ષવર્ધન ગીરના જંગલમાં વેકેશન માણવા ગયા હતા. બંનેએ એકબીજા સાથેની તસવીરો તો શેર નહોતી કરી પરંતુ સમાન તસવીરો જોઈને ફેન્સ સમજી ગયા કે બંને સાથે હતા.એક્ટ્રેસ સંજીદા શેખ ના આમીર અલી સાથે ડિવોર્સ થયા બાદ તે ફરી પ્રેમમાં પડી હોવાની ચર્ચા છે. સંજીદા શેખ એક્ટર હર્ષવર્ધન રાણે ને ડેટ કરી રહી હોવાની અટકળો લાગી રહી છે. ગત મહિને જ સંજીદા અને હર્ષવર્ધન હોલિડે માટે સાથે ગીર જંગલ પહોંચ્યા હતા. એ વખતે કપલના અફેરની ચર્ચાએ વેગ પકડ્યો હતો.અત્યાર સુધી તો હર્ષવર્ધન રાણેએ અફેરની ચર્ચા પર મૌન સેવ્યું હતું.જોકે, હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેણે પ્રતિક્રિયા આપી છે.