સંવેદનશીલ બોર્ડર હરામીનાળામાં જવાનો સાથે ગૃહમંત્રી અમિત શાહે વાર્તાલાપ કર્યો…

0
326

કચ્છની મુલાકાતે આવેલા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ સંવેદનશીલ ગણાતા હરામીનાળા વિસ્તારની મુલાકાત લીધી હતી. કચ્છની સંવેદનશીલ બોર્ડર હરામીનાળામાં જવાનો સાથે વાર્તાલાપ કર્યો હતો.આ વિસ્તારમાં જવાનો પડકારો વચ્ચે ફરજ બજાવતા હોય છે ત્યારે મંત્રીએ હરામીનાળાની મુલાકાત લઈ જવાનોનો જુસ્સો વધાર્યો હતો.દલદલી ગણાતા આ વિસ્તારમાં જવાનો જીવના જોખમે ફરજ બજાવતા હોય છે ત્યાં કેન્દ્રીય ગૃહમંત્રીની મુલાકાતે જવાનોમાં જુસ્સાનો સંચાર કર્યો હતો. આ તકે ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે જવાનોને મળીને મને આનંદ થયો છે. હું ભાગ્યશાળી છુ કે સરહદી વિસ્તારના જવાનોને મળી રહ્યો છું.