સની લિયોનીની આગામી ફિલ્મ `કેનેડી`નું નવું પોસ્ટર આઉટ…

0
294

મિડનાઈટ સ્ક્રિનિંગ વિભાગની 76મી આવૃત્તિમાં આ ફિલ્મને સ્પર્ધામાં દર્શાવવામાં આવશે. અનુરાગે ઈન્સ્ટાગ્રામ પર નવી તસવીરો શૅર કરી અને ફિલ્મ માટે કાઉન્ટડાઉન પણ શરૂ કર્યું છે.કાન ફિલ્મ ફેસ્ટિવલ (Cannes Film Festival)માં વર્લ્ડ પ્રીમિયરના બે અઠવાડિયા પહેલા, અનુરાગ કશ્યપે કેનેડી ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે. આમાં રાહુલ ભટ અને સની લિયોન નવા અવતારમાં જોવા મળી રહ્યા છે. મિડનાઈટ સ્ક્રિનિંગ વિભાગની 76મી આવૃત્તિમાં આ ફિલ્મને સ્પર્ધામાં દર્શાવવામાં આવશે. અનુરાગે ઈન્સ્ટાગ્રામ પર નવી તસવીરો શૅર કરી અને ફિલ્મ માટે કાઉન્ટડાઉન પણ શરૂ કર્યું છે.ફિલ્મના કલાકારો અને ક્રૂને ટેગ કરતાં અનુરાગે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે, “2 અઠવાડિયા બાકી છે! #Kennedy`s કાન માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે!” પ્રથમ ફોટામાં રાહુલને કેનેડી તરીકે બતાવવામાં આવ્યો છે. તે ધૂમ્રપાન કરતાં સાથે સફરજનની છાલ કાઢતા લાલ સોફા પર બેઠો છે. ફિલ્મમાં ચાર્લીના પાત્રમાં સની લિયોનીની છે. ચેઝ લાઉન્જમાં બેઠેલી સની પોસ્ટરમાં બ્લેક નેટેડ સાડીમાં છે. હાથમાં ડ્રિંક લઈને, તે કેમેરાથી દૂર કોઈ અન્ય તરફ જોતી જોવા મળે છે. સની એકદમ સિઝલિંગ લાગી રહી છે.