સરકારી નોકરીમાં ભરતીના મુદ્દાને લઈ સંદેશા વાઈરલ

0
820

રાજ્યના પાટનગરમાં શિક્ષિત બેરોજગારોનું હલ્લાબોલ હોવાના સમાચાર સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં જ સમગ્ર પાટનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. જેમાં અલગ અલગ ત્રિ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા માટે 2000થી વધુનો પોલીસ કાફલો ગાંધીનગરમાં અલગ અલગ જગ્યાએ ખડકી દેવાયો છે. ઉપવાસી છાવણી પર 200 જેટલા પોલીસ ખડકી દેવામાં આવ્યા છે. રાજ્યમાં સરકારી નોકરીમાં ભરતી નિમણુક પત્રો સહિતના મુદ્દાને લઈ ગાંધીનગરમાં મોટી સંખ્યામાં શિક્ષિત બેરોજગાર, ભેગા થવાના સંદેશા સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. બેઠક વધારવાને લઈને સરકાર પર પસ્તાળ પાડવા માટે ગાંધીનગરની ઉપવાસી છાવણી પહોંચવાની દહેશતના પગલે સરકારે રવિવારે જ પોલીસ ફાળવણી કરી દેવામાં આવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here