સલમાનનો ‘ટાઇગર 3’ નો આ લુક લોકોને અચૂક આશ્ચર્યમાં મૂકી દેશે….

0
828
Kiddaan Website Thumbnails

કોરોના મહામારીને કારણે ‘ટાઇગર 3’નું શૂટિંગ બંધ કરવામાં આવ્યું હતું. હવે શૂટિંગ માટે પરમિશન મળતાં ફિલ્મની ટીમ વિદેશમાં શૂટિંગ કરવા પહોંચી ગઈ છે.સલમાન ખાનની ‘ટાઇગર 3’નો આ લુક હોય એવું લાગી રહ્યું છે. આ ફિલ્મમાં સલમાન સાથે કૅટરિના કૈફ પણ જોવા મળશે. તેઓ તાજેતરમાં ‘ટાઇગર 3’ના શૂટિંગ માટે રશિયા પહોંચ્યાં છે. મનીષ શર્મા ફિલ્મને ડિરેક્ટ કરી રહ્યો છે. સલમાનનો જે લુક હાલમાં વાઇરલ થયો છે એમાં તેના લાલ વાળ, લાંબી દાઢી છે અને તેણે વાઇટ ટીશર્ટ, જીન્સ અને રેડ જૅકેટ પહેર્યું છે. ‘ટાઇગર 3’ સ્પાઇ-થ્રિલરની ત્રીજી ફિલ્મ છે. આ અગાઉ ‘એક થા ટાઇગર’ અને ‘ટાઇગર ઝિંદા હૈ’ બનાવવામાં આવી હતી. કોરોના મહામારીને કારણે ‘ટાઇગર 3’નું શૂટિંગ બંધ કરવામાં આવ્યું હતું. હવે શૂટિંગ માટે પરમિશન મળતાં ફિલ્મની ટીમ વિદેશમાં શૂટિંગ કરવા પહોંચી ગઈ છે. જોકે સલમાનનો આ લુક લોકોને અચૂક આશ્ચર્યમાં મૂકી દેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here