ગાંધીનગરમાં સામાજિક અંતર સાથે આલમપુર માર્કેટ શરૂ

0
803

ગાંધીનગરના આલમપુર માર્કેટમાં સામાજિક અંતર જળવાય તે માટે પાસ સિસ્ટમ અમલી કરીને આવતીકાલ 18મી, શનિવારથી માર્કેટ શરૂ કરાશે. માર્કેટના વેપારીઓ, ખેડૂતો તેમજ મજુરો સહિત અંદાજે 5000 લોકોને પાસ અપાશે. પાસ વિના કોઇપણ વ્યક્તિને માર્કેટમાં પ્રવેશ અપાશે. ઉપરાંત પ્રવેશ પહેલાં સેનેટાઇઝરથી હાથ સાફ કરવાનું આયોજન માર્કેટયાર્ડે કર્યું છે.

અમદાવાદમાં વધતા જતા કોરોનાના કેસને પગલે જમાલપુર અને કાલુપુર શાકમાર્કેટને બંધ કરવામાં આવતા ખેડુતો અને વેપારીઓનો ધસારો આલમપુર માર્કેટ તરફ ધસ્યો છે. જેને પરિણામે કોરના વાઈરસના સંક્રમણને રોકવા માટેના નિયમોનું પાલન આલમપુર માર્કેટમાં નહી થવાથી માર્કેટમાં શાકભાજીની હરાજીને બંધ રાખવામાં આવી છે. જોકે આલમપુર માર્કેટ બંધ થતાં ખેડૂતોને શાકભાજીનું વેચાણ નહી થવાથી આર્થિક નુકશાન થઇ રહ્યું છે. આથી ખેડુતોએ શાકમાર્કેટ શરૂ કરવાની માંગણી સાથે માર્કેટયાર્ડના સંચાલકોને રજુઆત કરી હતી. ખેડૂતોની રજુઆતને પગલે આલમપુર માર્કેટના સેક્રેટરી અને ચેરમેને જિલ્લાતંત્ર સાથે બેઠક કરીને પાસ સિસ્ટમ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here