Home Hot News સામાન્ય નાગરિક માટેનું બજેટ : PM મોદી

સામાન્ય નાગરિક માટેનું બજેટ : PM મોદી

0
33

દેશના નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે કેન્દ્રીય બજેટ 2025 રજૂ કરવાના છે. જેમાં વિવિધ ઉદ્યોગ સંગઠનો દ્વારા મધ્યમવર્ગને અનુલક્ષી ઈન્કમ ટેક્સમાં સુધારો, એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો તેમજ સરકારી લાભોમાં વધારો કરે તેવી ભલામણો કરવામાં આવી છે. જો કે, બીજી તરફ સામાન્ય પ્રજા બજેટમાં કોઈ ખાસ ફેરફાર થશે કે નહી તેને લઈ સામાન્ય પ્રજા રાહ જોઈને બેઠી છે.મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ પૂર્ણ બજેટ છે. આ બજેટમાં સરકાર ટેક્સ પેયર્સને પણ મોટી રાહત આપી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સંસદમાં રજૂ કરાયેલા સામાન્ય બજેટ પર કહ્યું કે આ લોકોનું બજેટ છે. આ મલ્ટિપ્લાયર્સ માટેનું બજેટ છે. નાણામંત્રીને સારા બજેટ માટે અભિનંદન. આ 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓનું બજેટ છે. સુધારા તરફ મોટું બજેટ છે. આનાથી મોટો બદલાવ આવશે. આ એક એવું બજેટ છે જે વિકસિત ભારતના મિશનને વધારશે. સામાન્ય માણસના ખિસ્સા ભરવાનું આ બજેટ છે.