સિંઘમ’ ફિલ્મના એક્ટર રવિન્દ્ર બર્ડેનું નિધન…

0
191

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી ફરી એક વાર દુખદ સમાચાર સામે આવ્યા છે. મરાઠી અને હિન્દી ફિલ્મોમાં પોતાના અભિનયથી જાણીતા થયેલા રવિન્દ્ર બર્ડેએ દુનિયાને અલવિદા કહ્યું છે. લાંબા સમયથી રવિન્દ્ર બર્ડે ગળાના કેન્સરથી પીડાતા હતા. 78 વર્ષની ઉંમરમાં રવિન્દ્રએ દુનિયાને અલવિદા કહ્યું. કેન્સર પિડીત રવિન્દ્ર ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ હતા, જ્યાં એમની સારવાર છેલ્લા લાંબા સમયથી ચાલી રહી હતી. જો કે આ વાત જાણીને ફેન્સ અને બોલિવૂડ જગત દુખી થઇ ગયુ છે.મરાઠી અને હિન્દી પ્રેમીઓના દિલમાં એક ખાસ જગ્યા બનાવનાર રવિન્દ્ર બર્ડેના નિધનથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને મોટો ઝાટકો લાગ્યો છે. રવિન્દ્રની હાલત એટલી ખરાબ થઇ ગઇ હતી કે એમને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી અને છેલ્લે દયનીય સ્થિતિ થઇ ગઇ હતી. બે દિવસ પહેલાં રવિન્દ્રને હોસ્પિટલમાંથી ઘરે લાવવામાં આવ્યા હતા. રવિન્દ્ર બર્ડેને અચાનક હાર્ટ એટેક આવવાને કારણે એમનું નિધન થયુ છે. સોશિયલ મિડીયામાં રવિન્દ્રના ચાહકો એમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.