સિવિલમાં એક જ સપ્તાહમાં ડેન્ગ્યુના 30 : મલેરિયાના 11 કેસથી તંત્રમાં દોડધામ

0
898

છેલ્લા એક માસથી ભેજયુક્ત અને વાદળછાયા વાતાવરણને પગલે વાયરલ બિમારીએ માથું ઉચકતા સિવીલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં ડેન્ગ્યુના 30 અને મેલેરીયાના 11 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. વાયરલ બિમારીને પગલે સિવીલ હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓની સરેરાશ સંખ્યામાં 500નો વધારો થયો છે. ઓગસ્ટ માસમાં છુટા છવાયા ઝાપટા થવાથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ જોવા મળતું હતું. ઉપરાંત છુટા છવાયા પડતા વરસાદી ઝાપટાને પગલે વાયરલ બિમારી માટે સાનુકૂળ વાતાવરણથી વાહકજન્ય રોગચાળાએ માથું ઉંચકતા ખાનગી અને સરકારી દવાખાનામાં દર્દીઓ સંખ્યા વધી છે. સિવીલ હોસ્પિટલમાં વાયરલ બિમારીના કેસોમાં ઉછાળા સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં વાયરલ બિમારીના કેસોમાં વધારો નોંધાયો છે. પરિણામે મચ્છરની ઉત્પત્તીના સ્થળોને નાબુદ કરવાની કવાયત આરોગ્ય વિભાગના મેલેરીયા શાખાએ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here