સુપ્રીમ કોર્ટે આજે રાહુલ ગાંધીને ‘ચોકીદાર હી ચોર હૈ’ મામલે થયેલી અરજીમાં રાહત આપી છે. રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને લઈને ટીપ્પણી કરી હતી જેને પરિણામે ભાજપ તરફથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે સુપ્રીમમાં અરજી કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીને ટાર્ગેટ કરીને આવી ટીપ્પણી કરવા બદલ રાહુલ પર કેસ થયો હતો.
ભાજપ નેતા મિનાશ્રી લેખીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે સુપ્રીમમાં અરજી કરી હતી જેના મતલબની આજે સુનાવણી હતી જેમાં અદાલતે રાહુલને રાહત આપી છે પરંતુ આ રીતે ફરીથી ટીપ્પણી કરવાની ના પાડતા હવેથી વડાપ્રધાનને ઉદ્દેશની ટીપ્પણી કરવામાં ધ્યાન રાખવાની તાકીદ પણ કરી છે.
રાહુલ ગાંધીના ‘ ચોકીદાર હી ચૌર હૈ ‘ના નિવેદન પર ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ સુપ્રીમ કોર્ટમાં અપમાનના અરજી દાખલ કરી હતી. આ અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે રાહુલ ગાંધીએ નિવેદન જાણીજોઇને વારંવાર આપ્યું હતું. પોતાના નિવેદનને લઇને રાહુલ ગાંધીએ માફી માગી હતી. રાહુલ ગાંધીની માફીને મંજૂર કરતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે ભવિષ્યમાં આવા મામલા પર સાવચેત રહેવું.