સૂર્યગ્રહણ જોવા માટે નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા ટેલીસ્કોપ મૂકવામાં આવશે

0
1037

અણાસના દિવસે ૨૬ ડિસેમ્બરના રોજ ભારતનાં મોટાભાગના વિસ્તારોમાં થનાર આંશિક જ્યારે દક્ષિણ ભારતના કુન્નુર, કોઈમ્બતુર, મેંગલોર ખાતે કંકણાકર સૂર્યગ્રહણની ખગોળીય ઘટના જોવા માટે વિદ્યાર્થીઓમાં તથા રસ ધરાવતા લોકોમાં ખૂબ ઉત્સાહ છે. સૂર્યગ્રહણ નરી આંખો જોવાતી આંખને નુકશાન થઈ શકે છે એટલે ગ્રહણ જોવા માટે ખાસ
પ્રકારના ચશ્માંનો ઉપયોગ કરવો જોઈએ. પીન હોલ કેમેરા કે આરસની તકતીનો ઉપયોગ કરી દીવાલ પર પ્રતિબિંબ પાડીને સૂર્યગ્રહણ જોઈ શકાય છે. આ ખગોળીય ઘટનાને જોવા માટે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ
એન્ડ ટેકનોલોજી અને નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, ગાંધીનગર દ્વારા તા.૨૬, ડિસેમ્બરના રોજ સવારે ૮
વાગ્યાથી ૧૧ વાગ્યા સુધી સેન્ટ્રલ વિસ્ટા ઘ-૪ થી મહાત્મા મંદિર તરફના બગીચા ખાતે ટેલીસ્કોપ દ્વારા સૂર્યગ્રહણ જોવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. ગાંધીનગરની શાળાઓ પોતાની શાળાઓમાં જ આ ગ્રહણ જોઈ શકે તે માટે પચાસ જેટલી ગાંધીનગરની શાળાઓને નંગ-૪ ચશ્માં આપવામાં આવશે. રસ ધરાવતી શાળાઓએ નિસર્ગ
સાયન્સ સેન્ટર ખાતે નોંધણી કરાવી ચશ્માં મેળવી લેવા. ગ્રહણ સાથે કેટલીક અવૈજ્ઞાનિક અને
અંધશ્રદ્ધા જોડાયેલી છે ત્યારે અંધશ્રદ્ધામાંથી મુક્તિ થઈ કુદરતની આ ખગોળીય ઘટનાને માણવા તથા વધુ માહિતી માટે ડો. અનિલ પટેલ મો. ૯૩૨૭૮ ૩૫૨૧૫ નો સંપર્ક કરવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here