કોરોનાના ભયને પગલે લોકડાઉન જાહેર કરીને જીવનજરૂરિયાતની વસ્તુઓ સિવાયનું વિતરણ બંધ છે ત્યારે આ પ્રકારના વેપારધંધામાં પણ નિયમોનું પાલન નહીં કરતાં લોકો સામે પોલીસ ગુનો નોંધે છે. સેક્ટર-7 પોલીસે વાવોલ ખાતેથી 8 જ્યારે સેક્ટર-3 ખાતેથી બે શાકભાજીવાળાને માસ્ક ન પહેરવા બદલ તથા ગ્રાહકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ ન રાખવા બદલ ગુનો નોંધ્યો છે. સેક્ટર-3 બી જાહેર રોડ પરથી પોલીસે મયુર જગાભાઈ રાવળ અને અમરતબેન આત્મરામ પટણીને ઝડપી પાડીને ગુનો દાખલ કર્યો હતો. આ સિવાય વાવોલ ગામના જુદા-જુદા વિસ્તારમાંથી પોલીસે શાકભાજીની લારી લઈને ઉભેલા 8 લોકોને ઝડપી પાડ્યા હતા. જેમાં વાવોલ વિસ્તારમાં રહેતાં ગોમતીબેન રમેશઝી દંતાણી, સોમીબેન ભાવેશભાઈ દંતાણી,
નટવરભાઈ ગલાભાઈ રાવળ, દેવાંગભાઈ શકરાભાઈ દંતાણી, ગેલાભાઈ જગાભાઈ દંતાણી, અજય દિનેશભાઈ દંતાણી, અનિલ દિનેશભાઈ દંતાણી, વિશાલ વાલજીભાઈ દંતાણી સામે પોલીસે જાહેરનામા ભંગ અને મહામારી અધિનિયમ હેઠલ ગુનો દાખલ કર્યો હતો.